ડાંગ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતીની બેઠક યોજાય, જુલાઇ મહિનામાં HSC/SSCની પૂરક પરીક્ષા યોજાશે...

ડાંગ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતીની બેઠક યોજાય, જુલાઇ મહિનામાં HSC/SSCની પૂરક પરીક્ષા યોજાશે...
New Update

ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતીની બેઠક યોજાય હતી. જેમાં જુલાઇ મહિનામાં HSC અને SSCની પૂરક પરીક્ષાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા વધે, વિદ્યાર્થીઓને તેમની મહેનતનો પૂરતો ન્યાય મળી રહે તે માટે પરીક્ષાઓ સારી રીતે યોજાય, વિદ્યાર્થીઓ વિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે પરીક્ષા આયોજન સંદર્ભે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ઉભી કરવા જિલ્લા કક્ષાનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવું, અસામાજિક તત્વો પરીક્ષા તંત્રમાં વિધ્નરૂપ ન બને તેની દેખરેખ રાખવી, તેમજ પરીક્ષા તંત્રમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

Here are a few more articles:
Read the Next Article