અથાગ મહેનત કરતાં વિદ્યાર્થીઓ સાથે GPSCની ક્રૂર મજાક, છેલ્લા 6 મહિનામાં 20 પરીક્ષાઓ રદ કરી........

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક શિક્ષિત બેરોજગારીની જાણે ખુદ સરકાર જ મજાક કરી રહી છે તેવું લાગી રહ્યું છે.

અથાગ મહેનત કરતાં વિદ્યાર્થીઓ સાથે GPSCની ક્રૂર મજાક, છેલ્લા 6 મહિનામાં 20 પરીક્ષાઓ રદ કરી........
New Update

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈને સરકારી નોકરી મેળવવા ઇચ્છુક શિક્ષિત બેરોજગારીની જાણે ખુદ સરકાર જ મજાક કરી રહી છે તેવું લાગી રહ્યું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાનારી ચારેક પરીક્ષાઓ GPSC એ છેલ્લી ઘડીએ રદ કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 6 મહિનામાં જ GPSCએ 20 જેટલી પરીક્ષાઓ રદ કરી છે. છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી દેવતા સરકારી નોકરી મેળવવાના સપના સાથે લખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે. અને વિદ્યાર્થીઓએ માનસિક રીતે ભાંગી પડે છે. ટૂંકમાં કહીએ તો અટકાવવું, ભટકાવવું અને લટકાવવું એ સરકારની નીતિ રહી છે.

મહત્વની વાત તો એ છે કે ગુજરાત સરકારના વિવિધ સરકારી વિભાગોમાં હજારો જગ્યાઓ ખાલી પડે છે. ત્યારે આઉટસોર્સિંગના નામે મળતિયા કોન્ટ્રાકટરોને કરોડો ચુક્વવામાં આવે છે. એટલુ જ નહીં ઓછા પગારે કર્મચારીઓનું સરેઆમ શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. નિવૃત અધિકારીઓએ પણ સરકારી વિભાગોમાં અડિગા જમાવીને બેઠા છે. જે રીતે પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે તેને જોતાં તો એવું લાગે છે કે સરકારની સરકારી ભરતી કરવાની દાનત જ નથી. જો આ જ સ્થિતિ રહી તો 10 વર્ષમાં બધાય સરકારી વિભાગો ખાલી થઈ જશે અને બધા જ વિભાગો કોન્ટ્રાકટ આધારે કર્મચારી કામ કરતાં હશે.

#Gujarat #CGNews #India #exam #GPSC #Cancel #20 exams #hardworking students
Here are a few more articles:
Read the Next Article