/connect-gujarat/media/media_files/2025/01/29/UrkYl0ihL3HcWfYxV8UU.jpg)
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.GPSCએ વિવિધ પોસ્ટ માટે ખાલી પડેલી કુલ અંદાજીત 1751 જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.
આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso) ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, ગુજરાત શિક્ષણ સેવા, ક્લાસ-2 (વહીવટી શાખા) માટે 300 આ સિવાય મેડીકલ અને ઇજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.