ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. જેથી રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા ધોરણ 10ના તમામ ઉમેદવારોએ આ અંગેની નોંધ લેવી.
હોલટિકિટ આવી રીતે કરો ડાઉનલોડ:-
માર્ચ-2024ની જાહેર પરીક્ષા તા.11/03/2024થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.29/04/2024થી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.
ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506 કેન્દ્ર પર અને 1 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર યોજાશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે.