New Update
/connect-gujarat/media/media_files/2025/01/24/gnadK7u0W2MKEIwmyuEU.jpg)
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના ડૉ.કુબેર ડિંડોરના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત પુ. મીઠુબેન પીટીટ માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમૂર્હત કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમોના અમલથી લોકોત્થાનની પ્રવૃત્તિઓ સાથે સમાજ પરિવર્તન માટેની અનોખી કામગીરી કરી આ સંસ્થાએ કરી છે. જે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ,પરિવાર,સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કસ્તુરબા સેવાશ્રમ મરોલીએ આપ્યું છે. ગાંધીજીએ આપેલા આદર્શોને સંકલ્પ બનાવી સંસ્થાએ પોતાનો સિંહફાળો રાષ્ટ્રનિર્માણમાં આપી રહી છે.જે ખરેખર સરાહનીય છે.
/connect-gujarat/media/media_files/2025/01/24/iUviVpnigrJ54ipnJOhE.jpg)
આ પ્રસંગે,સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયા,સંસ્થાના પ્રમુખ પી.કે. લહેરી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories