આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા શિક્ષણ અને શિક્ષણ ને લગતા ઇન્ફાસ્ટ્રકચર પાછળ ખર્ચી રહ્યા છે ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં આવેલ સતીમાણ ગામની પ્રાથમિક શાળાના મકાનમાં ભ્રષ્ટાચારની ગંધ આવવાના પુરાવા બાંધકામમાં કઈક રાંધ્યું હોય એવી ગવાહી પુરી રહ્યા છે...
આ છે વાંસદા તાલુકાના આદિવાસી બહુલ ધરાવતું સતીમાળ ગામ. જ્યાં આદિવાસી સમાજના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકો અભ્યાસ લઈ રહ્યા છે. પણ બાળક ને ક્યાં ખબર છે કે બાળકો જયા બેઠા છે ત્યાં અમારો જીવ પણ જઈ શકે છે. શાળાના બીમ્બો જોલા ખાઈ રહ્યા છે તો સ્લેબ પણ ટુટવાની તૈયારી કરી રહ્યો છે..
ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એ કદાચ સર મોતની પથારી પણ બની શકે એવી જર્જરિત શાળા છે શાળાના આચાર્ય દ્વારા જિલ્લા પંચાયત રજૂઆત પણ કરવામાં આવી છે પણ પરિણામ મળ્યું નથી.જેનાથી શિક્ષકોને પણ મરવાનો ભય સતાવી રહ્યો છે...
આદિવાસીના બાળકો સાથે સરકાર જીવન મરણની રમત રમતું હોય એમ કેટલીક રજૂઆત છતાં શાળા માટે કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનો પણ રોષે ભરાઈને ચીમકી પણ આપી રહ્યા છે ત્યારે સરકાર મા બેઠેલા નેતાઓ આ બાબતે જાગૃત નહીં થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે જેના માટે સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા છે...