રાજ્યની 15 સરકારી યુનિ.ના અંડર ગ્રેજ્યુએટ કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે, વાંચો વધુ...

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલના માધ્યમથી તા. 2 જુન 2024ની રાત્રે 11:59 કલાક સુધી રાજ્યની 15 સરકારી યુનિ.ના અંડર ગ્રેજ્યુએટ કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે.

રાજ્યની 15 સરકારી યુનિ.ના અંડર ગ્રેજ્યુએટ કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે, વાંચો વધુ...
New Update

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલના માધ્યમથી તા. 2 જુન 2024ની રાત્રે 11:59 કલાક સુધી રાજ્યની 15 સરકારી યુનિ.ના અંડર ગ્રેજ્યુએટ કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે.

રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. 01-04-2024થી શરૂ કરેલ હતી. વેકેશન કે, અન્ય કારણોસર તા. 28-05-2024ને છેલ્લી તારીખ સુધીમાં 4,39,865 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે, અને તે પૈકી 2,63,115 વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે. હજુ પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી. આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન, 2024 સમય રાત્રે 11:59 સુધી લંબાવવામાં આવે છે. રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોઈ આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

#Gujarat #admission #online registration #various seats #Under Graduate Courses #Government Universities
Here are a few more articles:
Read the Next Article