/connect-gujarat/media/post_banners/93e3e63337c89b7f5444ddf43553e57005027cad9c3bc5cdc4dcc19a18de6fb9.webp)
સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા લખનાર કવિ અલ્લામા મુહમ્મદ ઈકબાલના પ્રકરણને દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી હટાવી શકાય છે.DUની એકેડેમિક કાઉન્સિલે શુક્રવારે આ અંગે એક ઠરાવ પસાર કર્યો છે. મોડર્ન ઈન્ડિયન પોલિટિકલ થોટ નામનું પ્રકરણ BA ના છઠ્ઠા સેમેસ્ટરના અભ્યાસક્રમનો એક ભાગ છે.યુનિવર્સિટીના અધિકારીએ કહ્યું કે, તેને દૂર કરવા માટે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલને માહિતી આપવામાં આવશે, તે અંતિમ નિર્ણય લેશે. કાઉન્સિલની બેઠક 9 જૂને યોજાશે. સિયાલકોટમાં 1877માં જન્મેલા અલ્લામા મુહમ્મદ ઈકબાલ પાકિસ્તાનના રાષ્ટ્રીય કવિ છે. તેઓ પાકિસ્તાન બનાવવાના વિચારને જન્મ આપવા માટે પણ જાણીતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, અભ્યાસક્રમમાં કુલ 11 ચેપ્ટર છે. જેમાં રાજા રામમોહન રોય, પંડિતા રમાબાઈ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને ભીમરાવ આંબેડકર જેવા વ્યક્તિત્વોના વિચારો સાથે સંબંધિત પ્રકરણો પણ આ અભ્યાસક્રમનો ભાગ છે. આમાં ઈકબાલ કોમ્યુનિટી નામનું એક પ્રકરણ છે, તેને દૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ ઠરાવને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે દિલ્હી યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે મોહમ્મદ ઈકબાલને અભ્યાસક્રમમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. તેઓ પાકિસ્તાનના ફિલોસોફિકલ ફાધર અને કટ્ટરપંથી માનસિકતા ધરાવતા વ્યક્તિ હતા. ઝીણાને મુસ્લિમ લીગના નેતા બનાવવા પાછળ ઈકબાલનો મોટો હાથ હતો. ભારતના ભાગલા માટે ઝીણા જેટલા જવાબદાર છે તેટલા જ ઈકબાલ પણ છે.