UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રીતિ ગુરુવારે એટલે કે 1લી ઓગસ્ટના રોજ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. પ્રીતિ 2022 થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.
પ્રીતિ સુદન 2022 થી UPSCના સભ્ય છે. તેઓ 1983માં સિવિલ સર્વિસમાં જોડાયા હતા. તેઓ આંધ્રપ્રદેશ કેડરના નિવૃત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો હતો. આ પછી પ્રીતિ UPSCના સભ્ય બન્યા હતા.