Connect Gujarat
શિક્ષણ

સાબરકાંઠા: અખિલ ભારતીય c મોરચા દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલનના મંડાણ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરચા દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ જયંતી દિવસે જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત કરી

X

હિંમતનગર શહેરમાં આંદોલનનો કરાયો પ્રારંભ

પડતર પ્રશ્નોને લઈને શિક્ષકોએ એકઠા થઈ રેલી યોજી

ધારાસભ્ય સહિત સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવશે

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આદર્શ સ્કૂલમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરચા શિક્ષકો એકઠા થઈને પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે રેલી યોજી આંદોલનનો પ્રારંભ કર્યો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરચા દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ જયંતી દિવસે જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત કરી હતી. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય વર્ગ સંઘ તથા આશ્રમ શાળાના વિવિધ પ્રશ્નોને લઈને વિવિધ બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલી મોતીપુરા વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી હતી. ત્યારબાદ બાપુને સૂતરની આંટી પહેરાવીને, પ્રાર્થના કરીને આંદોલનની શરૂઆત કરી હતી અને પડતર પ્રશ્નો લઈને માંગ કરી હતી.

ગત વર્ષે સંગઠન દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ મુકવામાં આવી હતી. તેમાં મોટા ભાગે માંગણીઓ સરકારે સ્વીકારી હતી. ૨૦૦૫ પહેલાં કર્મચારીઓને ઉપેશ લાગુ પડે તે પરિપત્ર થયો નથી. હાલમાં જુની પેશન્સ યોજનામાં માતૃશક્તિ ૩૦૦ રજાઓનું ગ્રાન્ટેડ શાળામાં બદલીના નિયમોની ભરતીના નિયમો સંગઠિત કરવામાં આવે ત્યારે સંસ્થાનને સાથે રાખીને એ નિયમોની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સત્તાધીશોની મળીને આવેદનપત્ર પણ આપવામાં આવશે અને સાત તારીખે વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Next Story