ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, વાંચો વર્ષે કોને, કેટલી મળશે સ્કોલરશીપ

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

New Update
ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, વાંચો વર્ષે કોને, કેટલી મળશે સ્કોલરશીપ

વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ-11થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વર્ષિક રૂ. 25,000ની રકોલરશીપ આપવામાં આવશે.


Latest Stories