/connect-gujarat/media/media_files/2025/03/08/jdomzw89cy42UxWFBr5N.jpg)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં ગુણવત્તાસભર કાર્ય કરતી શાળાઓને બિરદાવવા તથા વધુ વિશેષ સારું કાર્ય કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.અંકલેશ્વરની ઝેનિથ હાઇસ્કુલ ભરૂચ જિલ્લાની શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામી છે,તથા એક લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે.
ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળામાં નામાંકન કરવા માટે શાળાનું બોર્ડનું પરિણામ, ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક વ્યવસ્થાપન, સેનેટરી સુવિધાઓ, વિદ્યાર્થી સુખાકારીની સહુલત,રમતનું મેદાન તથા વિવિધ પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ જેવા જુદા જુદા માપદંડ પરિપૂર્ણ કર્યા પછી અધિકારીઓ શાળાની રૂબરૂ મુલાકાત લઈ તમામ બાબતોનુ નિરીક્ષણ કરીને ગુણાંકન કરી શ્રેષ્ઠ શાળાની પસંદગી થતી હોય છે.
આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પ્રમુખ સઉદઅહેમદ શેખ, માનદમંત્રી જહાંગીરખાન પઠાણ, શાળાના ચેરમેન ઇકબાલ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝ ઢેંસાએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કારએ શ્રેષ્ઠ ટીમવર્કનું પરિણામ છે.