રાજ્યમાં તલાટીની પરીક્ષા, રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની આપશે પરીક્ષા

New Update
રાજ્યમાં તલાટીની પરીક્ષા, રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની આપશે પરીક્ષા

રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે. રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં ઉમેદવારો ઉમટ્યા હતા.

અમદાવાદમાં તમામ કેન્દ્ર સીસીટીવીથી સજ્જ કરાયા હતા. .ઉમેદવારો પર થ્રી લેયર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. એટલુ જ નહી, પરીક્ષાના ઉમેદવારોને સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવાશે. પશ્ચિમ રેલવે અમદાવાદના સાબરમતીથી પાલનપુર વચ્ચે વિશેષ ડેમુ ટ્રેન દોડાવશે. તો ભાવનગરથી ગાંધીધામના પરીક્ષાર્થીઓ પણ ડેમુ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.તલાટીની પરીક્ષા માટે સુરત એસટી વિભાગે પણ એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરી છે. ઓનલાઈન બુકિંગ શરૂ કરવાની સાથે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો હતો.તો રાજકોટ એસ ટી વિભાગે પણ જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના શહેર માટે વિશેષ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.

હસમુખ પટેલે બાંહેધરી આપી છે કે પરીક્ષામાં ગેરરીતી કે અડચણ ઉભી કરનાર સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે. કાયદામાં 3થી 5 વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. સાથે મિલકત પણ જપ્ત થઇ શકે છે.

Latest Stories