ભરૂચ: ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં તલાટીની પરીક્ષાનું આયોજન,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
3,437 પદ માટે યોજાનાર આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૃચ અને નર્મદા જિલ્લામાંથી 21 હજારથી વધુ ઉમેદવારો વલસાડ, નવસારી જિલ્લા વિગેરે સ્થળે પરીક્ષા આપવા જનાર છે