/connect-gujarat/media/media_files/A9LaUPgsdkNWZjF8hUhs.jpg)
આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. દેશભરના તેમજ વિદેશના 26 દેશોમાંથી લાખો વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ શહેરની 85 શાળાઓમાંથી 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી રહ્યા છે. આ વર્ષે પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પરીક્ષા સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને વિદ્યાર્થીઓએ 10:00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. 10 વાગ્યા બાદ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
CBSE દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 2026માં ધોરણ 10 અને 12માં મળીને 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 માટે કુલ 2508319 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જેમાં 1408546 પુરૂષ અને 1099773 મહિલા વિદ્યાર્થીઓ સામેલ છે. ધોરણ 10 માટે પરીક્ષા માટે 8075 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ધોરણ 12 માટે કુલ 1859551 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં 1027552 પુરૂષ અને 831999 મહિલા વિદ્યાર્થીઓ છે. ધોરણ 12ની પરીક્ષા માટે 7574 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.