/connect-gujarat/media/media_files/2025/05/08/vKJSRiADlLNO1OZo62N7.jpg)
ધો. 10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયું છે. ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે.
ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે.
રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ જાહેર થયું છે. 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આ્વ્યું છે. રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55 છે તો રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459 છે. ધો. 10માં ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ મારી બાજી મારી છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જાહેર થયું છે તો ધો. 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા જાહેર થયું છે.