અમન અને શાંતિના પૈગામ સાથે ઇદે મિલાદના પર્વની ઉજવણી

New Update
અમન અને શાંતિના પૈગામ સાથે ઇદે મિલાદના પર્વની ઉજવણી

સમગ્ર રાજયમાં અમન અને શાંતિના પૈગામ સાથે ઇદે

મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ઇદે મિલાદના જુલુસ કાઢવામાં

આવ્યાં હતાં. 

રાજયભરમાં વસતાં મુસ્લિમ સમુદાયે રવિવારના રોજ ઇદે

મિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયંગબર સાહેબના

જન્મદિવસની ઇદે મિલાદ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે

તો ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં મુસ્લિમ બિરાદરોએ સવારે મસ્જિદોમાં વિશેષ નમાઝ

અદા કરી હતી. શહેરમાં શાંતિપુર્ણ માહોલમાં ઇદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું.

પાલેજ નગરમાં પણ  અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ ઝુલુસનું આયોજન કરાયું હતું જેમાં

મોટી સંખ્યામાં બિરાદરો જોડાયાં હતાં. રાજયના અન્ય શહેરોમાં પણ ઇદે મિલાદની ઉજવણી

કરાઇ હતી.

Latest Stories