Connect Gujarat
મનોરંજન 

68મો ફિલ્મફેર એવોર્ડ 2023 ની કરાઇ જાહેરાત, આલિયા અને રાજકુમારને મળ્યો બેસ્ટ એકટરનો એવોર્ડ

ફિલ્મફેર એવોર્ડ 2023 સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. તેની સાથે આયુષમાન ખુરાના અને મનીષ પોલ પર સ્ટેજ પર જોડાયા હતા

68મો ફિલ્મફેર એવોર્ડ 2023 ની કરાઇ જાહેરાત, આલિયા અને રાજકુમારને મળ્યો બેસ્ટ એકટરનો એવોર્ડ
X

ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર 68મો ફિલ્મફેર એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે. મૂંબઈમાં ગુરુવારે 27 એપ્રિલની સાંજે jio કન્વેન્શન સેન્ટરની આયોજન ઇવેન્ટમાં રેડ કાર્પેટથી લઈને સ્ટેજ સુધી સ્ટાર્સે હાજરી આપી હતી. આ વર્ષે આ ઍવોર્ડ હ્યુન્ડાઇ ફિલ્મફેર એવોર્ડ 2023 સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. તેની સાથે આયુષમાન ખુરાના અને મનીષ પોલ પર સ્ટેજ પર જોડાયા હતા. આ રંગીન સાંજમાં રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનેતા અને આલીયા ભટ્ટ ને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. સંજય લીલા ભણસારીની ‘ગંગુબાઇ કાઠિયાવાળી’ માટે શ્રેષ્ઠ ફિલ્મફેર એવોર્ડ અને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શક નો એવોર્ડ મળ્યો. પ્રખ્યાત ગાયક અરિજિત સિંહને બ્રમાસ્ત્ર ના ગીત ‘કેસરિયા’ માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો.

આ વખતે ફિલ્મફેર એવોર્ડમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘બધાઇ દો’ ફિલ્મો દબદબો જોવા મળી રહ્યો હતો. જ્યારે સંજયલીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મે અલગ અલગ 10 કેટેગરીમાં પુરસ્કારો મેળવ્યા હતા. હર્ષવર્ધન કુલકર્ણીની ‘બધાઇ દો’એ ક્રીટીકસ કેટેગરીમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને 6 એવોર્ડ મેળવ્યા હતા.

Next Story