New Update
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. તે એ યાદીનો ભાગ બની ગયો છે જેમાં લગભગ 150 કરોડ ભારતીયોમાંથી માત્ર 1539 લોકોને જ સ્થાન મળ્યું છે. વાસ્તવમાં, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024ની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાને સ્થાન બનાવ્યું છે.
યાદીમાં શાહરુખની સંપત્તિ 7300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શાહરૂખ ખાને કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં તેની મોટી ભાગીદારીને કારણે આ યાદીમાં સ્થાન બનાવ્યું છે. આ ઉપરાંત શાહરુખની રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો 'પઠાન', 'જવાન' અને 'ડંકી' પણ સુપરહિટ થઈ હતી, આ ફિલ્મોએ પણ તેની નેટવર્થમાં વધારો કર્યો હતો.
આ લિસ્ટમાં શાહરુખ ખાન સિવાય અન્ય સેલેબ્સ પણ સામેલ છે. આ યાદીમાં અમિતાભ બચ્ચને 1600 કરોડની નેટવર્થ સાથે અભિનેતાઓમાં ચાથા નંબરે પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય શાહરુખ ખાનના ઘણા બિઝનેસમાં પાર્ટનર અને તેની જૂની મિત્ર જૂહી ચાવલા પણ તેમાં બીજા નંબરે સ્થાન મેળવ્યું છે. જુહી ચાવલા 4600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા નંબરની સૌથી અમીર સેલિબ્રિટી છે.
Latest Stories