/connect-gujarat/media/post_banners/606c9d0ac4a1554d283e1aa6994ad598d782d06f94f5cd82c6f1d5104e2f3104.webp)
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ છે. હજુ સુધી પોલીસને તેના કેસમાં કોઈ ચોક્કસ અપડેટ મળ્યું નથી.આ દરમિયાન દિલ્હી પોલીસે 'તારક મહેતા...' શોના સેટની મુલાકાત લીધી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પોલીસે સેટ પર જઈને ગુરુચરણના સહ કલાકારોની પૂછપરછ કરી હતી.
અત્યાર સુધી પોલીસે આ કેસમાં દિલ્હી અને મુંબઈના લગભગ 50 લોકોની પૂછપરછ કરી છે.સેટ પર હાજર એક સૂત્રએ કહ્યું, 'આ અઠવાડિયે દિલ્હી પોલીસે શોના સેટની મુલાકાત લીધી અને ગુરુચરણના સંપર્કમાં રહેલા તમામ કલાકારો સાથે વાત કરી. બધાએ પોલીસને સહકાર આપ્યો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા.શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે પોલીસે તેમની તપાસના ભાગરૂપે સેટની મુલાકાત લીધી હતી. પોલીસ એ પણ જાણવા માગતી હતી કે ગુરુચરણના તમામ લેણાં અમારા છેડેથી ક્લિયર થઈ ગયા છે કે નહીં. અમે આશા રાખીએ છીએ કે તેઓ ટૂંક સમયમાં મળી જશે.