આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

લાલ સિંહ ચડ્ઢા OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી

New Update
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ લાલ સિંહ ચઢ્ઢા દર્શકોને પ્રભાવિત કરી શકી નહીં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કરીના કપૂર, નાગા ચૈતન્ય અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આમિર ખાને કહ્યું હતું કે થિયેટરોમાં રિલીઝ થયાના 6 મહિના પછી તેને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે, પરંતુ હવે તેને 2 મહિનામાં રિલીઝ કરવામાં આવી છે. આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.

નેટફ્લિક્સ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને OTT પ્લેટફોર્મ પર ફિલ્મની રિલીઝ વિશે માહિતી આપી છે. નેટફ્લિક્સે ટ્વિટ કર્યું- 'તમારું પોપકોર્ન અને ગોલગપ્પા તૈયાર રાખો કારણ કે લાલ સિંહ ચડ્ઢા હવે રિલીઝ થઈ ગઈ છે.' જેમણે આ ફિલ્મ થિયેટરોમાં જોઈ ન હતી તે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવાની રાહ જોઈ રહ્યા હતા.

Read the Next Article

બોલીવુડ જગતમાં શોકની લહેર, જાણીતાં એક્ટર અને ફિલ્મ મેકર ધીરજ કુમારનું અવસાન

મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે.

New Update
dhiraj kumar

મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે.

તેઓ તીવ્ર ન્યુમોનિયાથી પીડાતા હતા. મંગળવારે સવારે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

ધીરજ કુમારના પરિવારના જણાવ્યા અનુસાર, તેમને ન્યુમોનિયાના કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમને હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ધીરજ કુમારના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી છે. 

ધીરજ નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે સનાતન ધર્મના પ્રચાર માટે વડા પ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ દરમિયાન તેઓ એકદમ સ્વસ્થ દેખાતા હતા. તેમને જોઈને કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ આજે આપણી વચ્ચે નહીં હોય. 

ધીરજ કુમારે 1965ની સાલમાં મનોરંજન જગતમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ એક ટેલેન્ટ શોમાં ફાઇનલિસ્ટ હતા જેમાં સુભાષ ઘાઈ અને રાજેશ ખન્ના પણ હતા. રાજેશ ખન્ના તે શોના વિજેતા બન્યા હતા.

ધીરજ કુમારે 1970 થી 1984 દરમિયાન 21 પંજાબી ફિલ્મોમાં પોતાની જોરદાર અભિનય કુશળતા દર્શાવી હતી. આ પછી, તેમણે 'હીરા પન્ના', 'રાતોં કા રાજા' સહિત ઘણી બોલીવુડ ફિલ્મમાં કામ કર્યું હતું.

CG Entertainment | Bollywood | Bollywood Actor dhiraj |  dhiraj kumar | dhirubhai ambani hospital