આમિરખાનના પુત્ર જુનૈદની ફિલ્મ મહારાજ પર સ્ટે યથાવત,વધુ સુનાવણી આજે હાથ ધરાશે

બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી,

New Update
જુનૈદ

બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઓનલાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં, જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી,

પરંતુ કોર્ટનો સમય પૂર્ણ થતાં વધુ સુનાવણી આવતીકાલે 2.30 વાગ્યે હાથ ધરાશે. ત્યાં સુધી ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો છે.નેટફ્લિક્સ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરાય, ભલે બાદમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલે, ફરિયાદીએ તેની અરજીમાં જણાવ્યું છે કે આ ફિલ્મ બદનક્ષી અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી છે. સુપ્રીમ કોર્ટના ફૂલનદેવી કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે ફૂલનદેવી એક ડાકુ રાણી હતી. એમાં તેને કેટલી વખત રેપ કરાય છે એ દર્શાવ્યું છે. તે એક પછાત જાતિથી હતી. તે કેસમાં કોર્ટે કહ્યું હતું કે એક કલાકારે સમાજને દર્પણ બતાવ્યું છે. ‘કાયપો છે’ ફિલ્મને લગતી અરજી પરનો ચુકાદો અને પદ્માવત ફિલ્મના કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.