અભિનેતા આર.માધવને કરોડો રૂપિયાની પાન-મસાલાની જાહેરાત નકારી કાઢી !

Featured | મનોરંજન | સમાચાર , અભિનેતા આર. માધવને તાજેતરમાં પાન મસાલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ નકારી કાઢ્યું છે. આ માટે અભિનેતાને મોટી રકમની ઘણી ઓફર આવી હતી.

New Update
R madhvan
અભિનેતા આર. માધવને તાજેતરમાં પાન મસાલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ નકારી કાઢ્યું છે. આ માટે અભિનેતાને મોટી રકમની ઘણી ઓફર આવી હતી.
જો કે, દર્શકો પ્રત્યેની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને, અભિનેતાએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો.અભિનેતા કહે છે કે, તે એવી કોઈ બ્રાન્ડને સમર્થન આપવા માંગતો નથી જે દર્શકોને નુકસાન પહોંચાડે.સૂત્રોના જણાવ્યા અનુસાર એક મોટી પાન મસાલા કંપની પોતાની બ્રાન્ડની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહી હતી. હવે માધવનના ઇનકાર બાદ કંપની આ બ્રાન્ડ માટે નવો ચહેરો શોધી રહી છે.
Read the Next Article

બોલીવુડ જગતમાં શોકની લહેર, જાણીતાં એક્ટર અને ફિલ્મ મેકર ધીરજ કુમારનું અવસાન

મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે.

New Update
dhiraj kumar

મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે.

તેઓ તીવ્ર ન્યુમોનિયાથી પીડાતા હતા. મંગળવારે સવારે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

ધીરજ કુમારના પરિવારના જણાવ્યા અનુસાર, તેમને ન્યુમોનિયાના કારણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમને હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ધીરજ કુમારના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી છે. 

ધીરજ નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે સનાતન ધર્મના પ્રચાર માટે વડા પ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ દરમિયાન તેઓ એકદમ સ્વસ્થ દેખાતા હતા. તેમને જોઈને કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ આજે આપણી વચ્ચે નહીં હોય. 

ધીરજ કુમારે 1965ની સાલમાં મનોરંજન જગતમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ એક ટેલેન્ટ શોમાં ફાઇનલિસ્ટ હતા જેમાં સુભાષ ઘાઈ અને રાજેશ ખન્ના પણ હતા. રાજેશ ખન્ના તે શોના વિજેતા બન્યા હતા.

ધીરજ કુમારે 1970 થી 1984 દરમિયાન 21 પંજાબી ફિલ્મોમાં પોતાની જોરદાર અભિનય કુશળતા દર્શાવી હતી. આ પછી, તેમણે 'હીરા પન્ના', 'રાતોં કા રાજા' સહિત ઘણી બોલીવુડ ફિલ્મમાં કામ કર્યું હતું.

CG Entertainment | Bollywood | Bollywood Actor dhiraj |  dhiraj kumar | dhirubhai ambani hospital

Latest Stories