/connect-gujarat/media/media_files/2025/04/05/J4GXQfa9pwhaUkfQo3VB.jpg)
ટીવી શો 'શાકા લાકા બૂમ બૂમ બોલ'માં કલાકારની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. પોતાના પર લાગેલા આરોપોને રદ કરવાની માગણી સાથે, તેણે 27 લાખ રૂપિયાની પણ માગણી કરી છે. હકીકતમાં, હંસિકા અને તેની માતા પર તેની ભૂતપૂર્વ ભાભી અને એક્ટ્રેસ મુસ્કાન નેન્સી જેમ્સે 2024 માં મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને અન્ય આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો.ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, હંસિકા મોટવાણી અને તેની માતા જ્યોતિ મોટવાણીએ ગુરુવાર, ૩ એપ્રિલના રોજ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેની ભૂતપૂર્વ ભાભી નેન્સી જેમ્સ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસને રદ કરવાની માગ કરવામાં આવી હતી.દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે હંસિકાએ મુસ્કાન અને ભાઈ પ્રશાંત પાસેથી ₹27 લાખની માગણી કર્યા બાદ બદલો લેવા માટે FIR દાખલ કરવામાં આવી હતી, હકીકતમાં તેમણે ભાઈના લગ્ન ખર્ચ માટે તેમને ઉછીના આપ્યા હતા. તેમનો આરોપ છે કે આ રકમનો ઉપયોગ લગ્નના આયોજકોને ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ મુસ્કાન કે પ્રશાંતે તે રકમ પરત કરી ન હતી.