/connect-gujarat/media/media_files/RVwZXySQHJ2Dll5OkMOP.jpg)
હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ બન્યા બાદ કંગના રનૌત સદગુરુના કોઈમ્બતુર આશ્રમ પહોંચી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે સદગુરુના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈશા ફાઉન્ડેશન સેન્ટરના કેમ્પસમાં લટાર મારતી વખતે સફેદ બોર્ડર અને મોટિફ સાથે હળવા ગુલાબી રંગની સાડી પહેરી હતી.
તેણે ઈશા ફાઉન્ડેશન સેન્ટરને પોતાની ખુશીનું સ્થળ ગણાવ્યું. આ પહેલા કંગના આદિયોગીના દર્શન કરવા પહોંચી હતી.તાજેતરના સમયમાં તેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. તેણે મંડી લોકસભા બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવીને જીત મેળવી હતી. આ જીતને લઈને અભિનેત્રી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને કહ્યું હતું કે તેની માતૃભૂમિએ તેને પાછી બોલાવી છે.