ઐશ્વર્યારાય બચ્ચન અને આલિયા ભટ્ટે 'પેરિસ ફેશન વીકમાં કર્યું રેમ્પ વોક!

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટે 'પેરિસ ફેશન વીક 2024'માં રેમ્પ વોક કર્યું હતું. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો

New Update
Aesh
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટે 'પેરિસ ફેશન વીક 2024'માં રેમ્પ વોક કર્યું હતું. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો છે.જ્યાં એશે રેડ વન પીસમાં રેમ્પ વોક કર્યું હતું. આલિયા મેટાલિક સિલ્વર બસ્ટિયર પહેરેલી જોવા મળી હતી, જેને તેણે બ્લેક ઑફ-શોલ્ડર જમ્પ સૂટ પેર કર્યુ હતું.
ઐશ્વર્યા લહેરાતા વાળ સાથે ઇવેન્ટમાં એન્ટ્રી કરી હતી. તેણે રેમ્પ વોક પૂર્ણ કરી સૌને કરી અભિવાદન કર્યું હતું. ઈવેન્ટમાં એશ 'બ્રિજર્ટન' ફેમ અભિનેત્રીઓ સિમોન એશ્લે, ઈવા લોંગોરિયા અને કેમિલા કેબેલો સાથે વાત કરતી જોવા મળી હતી.આલિયાએ અમેરિકન અભિનેત્રી એન્ડી મેકડોવલ સાથે અહીં રેમ્પ વોક કર્યું હતું. અભિનેત્રીએ આ ઇવેન્ટના ઘણા ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.
Latest Stories