/connect-gujarat/media/media_files/2026/02/04/whatsapp-image-2026-2026-02-04-20-28-24.jpeg)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર બનેલી બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘શતક: સંઘના 100 વર્ષ’ નો ટીજર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. સંઘના શતાબ્દી વર્ષ સાથે રજૂ થતી આ ફિલ્મ તેના વૈચારિક પ્રવાસ, સામાજિક યોગદાન અને રાષ્ટ્રજીવનમાં તેની ભૂમિકાને ઉજાગર કરે છે.
ફિલ્મ ‘શતક’નું ટીજર સામે આવતા જ સમગ્ર દેશમાં તેને લઈને વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. યોગ ગુરુ બાબા રામદેવના સમર્થન બાદ હવે અભિનેતા અજય દેવગને પણ ફિલ્મને જાહેર રીતે સમર્થન આપ્યું છે, જેના કારણે તેને લઈને ઉત્સુકતા વધુ વધી છે. ભૂતકાળમાં સંઘને પડદા પર દર્શાવવાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ ‘શતક’ ને એવી પ્રથમ સિનેમેટિક રજૂઆત માનવામાં આવી રહી છે, જેને સંસ્થાના પરિપ્રેક્ષ્યમાંથી ખુલ્લું સમર્થન પ્રાપ્ત થયું છે. “આરએસએસના સો વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ. આ સો વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણમાં સંઘનો મોટો ફાળો રહ્યો છે. આ પ્રવાસ પર વધુ પ્રકાશ પાડવા આવી રહી છે ફિલ્મ ‘શતક’. આ પહેલાં ફિલ્મનું ગીત ‘ભગવા છે આપણી ઓળખ’નું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય કેશવ કુંજ, દિલ્હી ખાતે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત દ્વારા, શ્રી ભૈયાજી જોશીની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. ફિલ્મના ટીજરની શરૂઆત પંક્તિ “આ એક એવા વિચારની કહાણી છે, જેને વર્ષોથી વારંવાર મિટાવવાની કોશિશ કરવામાં આવી”થી થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મનો ઉદ્દેશ સંઘને લઈને વર્ષોથી ચાલતી ગેરસમજો, ટીકા અને ભ્રમોને ઐતિહાસિક તથા તથ્યાત્મક સંદર્ભમાં સ્પષ્ટ કરવાનો છે. ટીજરમાં એવા સ્થાપક અને માર્ગદર્શક વ્યક્તિત્વોને રજૂ કરવામાં આવ્યા છે. જેમનો યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે. પરંતુ જેને પૂરતી ઓળખ મળી નથી. તેમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને ગુરુજી માધવ સદાશિવરાવ ગોળવલકરનો સમાવેશ થાય છે. આ સાથે જ લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. ટીજરમાં સ્વતંત્રતા આંદોલનથી લઈને આપાતકાલ સુધીના ભારતના નિર્ણાયક સમયગાળામાં સંઘની ભૂમિકાની ઝલક પણ દર્શાવવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક આશિષ મોલ છે, અને નિર્માતા વિર કપૂર છે. નિર્માતાઓનું કહેવું છે કે, 1875થી 1950 વચ્ચે અસ્તિત્વમાં આવેલા આંદોલનોમાં સંઘ એકમાત્ર એવું સંગઠન છે, જેણે કોઈ વિઘ્ન વિના પોતાની યાત્રા અવિરત રીતે ચાલુ રાખી છે. ફિલ્મની ટેગલાઇન ‘ન રોકાયા, ન થાક્યા, ન ઝુક્યા’ આ જ સતત પ્રયત્ન અને સંકલ્પનું પ્રતિક છે. ‘શતક: સંઘના 100 વર્ષ’ ને નિસ્વાર્થ સ્વયંસેવકોની પેઢીઓને સમર્પિત એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ રાષ્ટ્ર નિર્માણ અને સામૂહિક સેવાની ભાવનાને ફરી એકવાર પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ 19 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.