અક્ષય કુમાર સોમવારે તેનો 57મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતાએ તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા અક્ષય અને ડિરેક્ટર પ્રિયદર્શન 14 વર્ષ બાદ સાથે કામ કરવા જઈ રહ્યા છે. બંનેએ છેલ્લે 2010માં રિલીઝ થયેલી 'ખટ્ટા મીઠા'માં સાથે કામ કર્યું હતું.ફિલ્મની જાહેરાત કરતી વખતે અક્ષયે એક ટ્વિટ કર્યું હતું.
અભિનેતાએ લખ્યું, 'દરવર્ષે મારા જન્મદિવસ પર તમારો પ્રેમ વરસાવવા બદલ આભાર. 'ભૂત બંગલા'ના ફર્સ્ટ લુક સાથે આ વર્ષની ઉજવણી. હું 14 વર્ષ પછી પ્રિયદર્શન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 'ભૂત બંગલા' એક હોરર-કોમેડી ફિલ્મ છે જે અક્ષય કુમાર અને એકતા કપૂર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. તે આવતા વર્ષે રિલીઝ થશે.