આલિયા ભટ્ટનો ડીપફેક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ બીજી વખત છે જ્યારે આલિયાનો ડીપફેક વીડિયો સામે આવ્યો છે. સમીક્ષા અવતાર નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો છે.

New Update
ઈન્સ્ટાગ્રામ

ડીપફેક

આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ બીજી વખત છે જ્યારે આલિયાનો ડીપફેક વીડિયો સામે આવ્યો છે. સમીક્ષા અવતાર નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સમીક્ષા અવતારે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે, 'AIનો ઉપયોગ કરીને બનાવેલા તમામ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે.

ડીપફેક વીડિયોમાં આલિયા ભટ્ટને બ્લેક કુર્તા પહેરેલી બતાવવામાં આવી છે, તે તૈયાર થઈ રહી છે. આખી ક્લિપમાં તે કેમેરાની સામે મેકઅપ કરતી જોવા મળે છે.આલિયાના ડીપફેક વીડિયો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું- મને લાગ્યું કે આ ખરેખર આલિયા છે. જ્યારે કેટલાક લોકોએ આ વીડિયો જોયો અને સમજી ગયા કે તે AI દ્વારા બનાવવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે સોશિયલ મીડિયા યુઝર્સ AI વિશે જાગૃત છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે AI ખૂબ જ ખતરનાક બની રહ્યું છે.

Latest Stories