/connect-gujarat/media/media_files/2024/12/06/0ETmStR9EswjF076LSvX.jpg)
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની વર્લ્ડવાઈડ કમાણી સાથે સંબંધિત સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે. આ ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મોની યાદીમાં ન માત્ર નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું, પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી.
પુષ્પા 2 એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 294 કરોડ રૂપિયાની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મની આ સિદ્ધિ અંગે એક પોસ્ટ પોસ્ટ કરી છે.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "પુષ્પા 2 એ પ્રથમ દિવસે 294 કરોડ રૂપિયાની વર્લ્ડવાઈડ કમાણી કરી છે અને ભારતીય સિનેમાની સૌથી વધુ ઓપનિંગ ડે કલેક્શન સાથેની ફિલ્મ બની છે."
સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જનારી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. દર્શકો તરફથી આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ થઈ હતી એ પહેલા જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડશે.
આ ફિલ્મે પહેલા જ દિવસે એક પછી એક દેશના મોટા સ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. Sacknilk અનુસાર, ફિલ્મે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સંયુક્ત રીતે પ્રથમ દિવસે 168.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.