Connect Gujarat
મનોરંજન 

આ તારીખે ANIMAL MOVIE OTT પર થશે રીલીઝ, આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 882 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે

સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, ‘ઓટીટી વર્ઝનમાં અમુક સીન જોડવામાં આવશે. જેના પર થિયેટર્સમાં કાપ મૂકાયો હતો.

આ તારીખે ANIMAL MOVIE OTT પર થશે રીલીઝ, આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 882 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે
X

1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નો ક્રેઝ હજુ પણ લોકોમાં યથાવત છે. વર્ષ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક રણબીર કપૂરની એનિમલ પણ છે. એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. કોઈપણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તેના 60 દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવતી હોય છે..

જો તમે હજુ સુધી રણબીર કપૂરની આ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ જોવાનું ચૂકી ગયા છો તો બસ થોડા જ દિવસ રાહ જોઈ લો. ત્યાર પછી તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માણી શકો છો. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ કારવામાં આવશે સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, ‘ઓટીટી વર્ઝનમાં અમુક સીન જોડવામાં આવશે. જેના પર થિયેટર્સમાં કાપ મૂકાયો હતો.’ એનિમલ ફિલ્મના કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 882 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે. એનિમલ ફિલ્મ રણબીર કપૂરના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે..

Next Story