એક્ટિંગ સિવાય સુહાના ખાન આ ફિલ્ડમાં પણ ડેબ્યૂ કરશે, શાહરૂખની ડાર્લિંગે કરી મોટી જાહેરાત...

સુહાના ખાને તેના ચાહકોને કહ્યું કે, તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ ગાયક તરીકે પણ તેની નવી સફર શરૂ કરવા જઈ રહી છે

New Update
એક્ટિંગ સિવાય સુહાના ખાન આ ફિલ્ડમાં પણ ડેબ્યૂ કરશે, શાહરૂખની ડાર્લિંગે કરી મોટી જાહેરાત...

પોતાના પિતાના પગલે ચાલીને શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ અભિનયની દુનિયામાં પ્રવેશવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ઝોયા અખ્તરની ફિલ્મ “ધ આર્ચીઝ”થી ડેબ્યૂ કરશે. હાલમાં જ સુહાનાએ જણાવ્યું હતું કે, તે એક્ટિંગ સિવાય અન્ય ફિલ્ડમાં એન્ટ્રી કરી રહી છે.

શાહરૂખ ખાનના 2 બાળકો સુહાના ખાન અને આર્યન ઇન્ડસ્ટ્રીમાં તેમની નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. એક તરફ જ્યાં આર્યન ખાન અભિનયથી દૂર દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તો બીજી તરફ, તેના પિતાના પગલે ચાલીને સુહાના ખાન અભિનેત્રી તરીકે ડેબ્યુ કરશે.

અગસ્ત્ય નંદા અને ખુશી કપૂર સાથે, તે ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત નેટફ્લિક્સ ફિલ્મ 'ધ આર્ચીઝ'માં તેની અભિનય કુશળતા બતાવશે. હવે તાજેતરમાં સુહાના ખાને તેના ચાહકોને કહ્યું કે, તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ ગાયક તરીકે પણ તેની નવી સફર શરૂ કરવા જઈ રહી છે. પ્રેક્ષકો તેની વાયરલ ક્લિપ્સમાં સુહાના ખાનની એક્ટિંગની ઝલક જોઈ ચૂક્યા છે. પરંતુ કદાચ આ પહેલીવાર હશે, જ્યારે ચાહકો તેને ગીત ગાતા જોશે. સુહાના ખાને પોતે જ તેના પ્રશંસકો સાથે સિંગિંગ ક્ષેત્રમાં તેના ડેબ્યુ વિશેની માહિતી શેર કરી હતી

Read the Next Article

દક્ષિણના પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, 750 ફિલ્મોમાં કર્યું છે કામ

રવિવારે સવારે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખરાબ સમાચારે ફિલ્મ સ્ટાર્સમાં હડકંપ મચાવી દીધો. પાંચ દાયકામાં હિન્દી સિનેમાને સેંકડો ફિલ્મો આપનારા પીઢ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવ હવે આ દુનિયામાં રહ્યા નથી. 

New Update
srivnss

રવિવારે સવારે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખરાબ સમાચારે ફિલ્મ સ્ટાર્સમાં હડકંપ મચાવી દીધો. પાંચ દાયકામાં હિન્દી સિનેમાને સેંકડો ફિલ્મો આપનારા પીઢ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવ હવે આ દુનિયામાં રહ્યા નથી. 

કોટા શ્રીનિવાસ રાવે રવિવારે હૈદરાબાદમાં 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેઓ ઉંમર સંબંધિત રોગો સામે ઝઝૂમી રહ્યા હતા. કોટાના જવાથી ફિલ્મ જગતને મોટો આંચકો લાગ્યો છે. ઘણા સ્ટાર્સે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

તેઓ ખલનાયક ભૂમિકાઓમાં શ્રેષ્ઠ હતા

શ્રીનિવાસ રાવ, જેમણે 750 ફિલ્મોમાં કામ કર્યું છે, તેઓ તેમના ખલનાયક માટે જાણીતા હતા. તેમણે 1978 માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઘણી ફિલ્મોમાં તેમના અભિનયથી દિલ જીતી લીધા હતા. તેમણે તેમની કારકિર્દીમાં ખલનાયક ભૂમિકા માટે 4 નંદી એવોર્ડ જીત્યા હતા અને પાત્ર કલાકાર માટે સન્માન પણ મેળવ્યા હતા. 2015 માં, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.