/connect-gujarat/media/media_files/2wa6mQeNQQle113Lbf9I.jpg)
Bajrangi Bhaijaan's Munni
2015માં આવેલી ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની સફળતા કોઈનાથી અજાણી નથી. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. સલમાન ખાન નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મની જાન હતી મુન્ની, એટલે કે, હર્ષાલી મલ્હોત્રા. તેની માસૂમિયતે કરોડો ચાહકોના દિલ જીતી લીધા હતા.
આ ફિલ્મ રિલીઝ થયાને નવ વર્ષ વીતી ગયા છે. હવે હર્ષાલી ઘણી મોટી થઈ ગઈ છે. તે હાલમાં બોલિવૂડથી દૂર રહીને ભણતર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.હાલમાં જ હર્ષાલીની મુલાકાત 'બજરંગી ભાઈજાન' ફિલ્મના ચાંદ નવાબ(નવાઝુદ્દીન સિદ્દીકી) સાથે થઈ. બન્ને એક ઇવેન્ટમાં મળ્યા હતા. બન્નેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વીડિયોમાં જોઈ શકાય છે ઈવેન્ટમાં નવાઝ કોઈ સાથે બેસીને વાતચીત કરી રહ્યા છે. તે વખતે પાછળથી હર્ષાલી પોતાની માતા સાથે નવાઝુદ્દીનને મળવા આવે છે. એક્ટર તરત જ ઊભા થઈ જાય છે અને લિટલ સ્ટારને મળે છે.