Connect Gujarat
મનોરંજન 

બંગાળી ટેલિફિલ્મ અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું નિધન

બંગાળી ટેલિફિલ્મ અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું નિધન
X

બંગાળી ટેલિફિલ્મ અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું પશ્ચિમ બંગાળના બારાનગરમાં રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેમના નિધનથી ટોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બારાનગરમાં એક ટેલિ અભિનેત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. મૃતકનું નામ સુચન્દ્ર દાસગુપ્તા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સુચન્દ્ર દાસગુપ્તા શનિવારે રાત્રે બાઇક પર શૂટિંગ કરીને ઘરે પરત ફરી રહ્યી હતી. બારાનગર પોલીસ સ્ટેશનના ઘોષપાડા પાસે એક ટ્રકે તેમની બાઇકને ટક્કર મારતા તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ ઘટનાને લઈને બારાનગર ઘોષપાડા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. બારાનગર પોલીસ સ્ટેશનની પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.પોલીસ ઘટનાનો ચોક્કસ સમય સમજવા માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ઓફલાઈન બુક કરેલી બાઇકના ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યી છે.

ઘટના અંગે સ્થાનિક રહેવાસી સમીર પાલે જણાવ્યું કે, અભિનેત્રીએ બાઇકનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું સિગ્નલ પાસે અચાનક બાઇક સામે ટ્રક આવી જતાં બાઇકર્સે બ્રેક મારી હતી જેના કારણએ અભિનેત્રી નીચે પટકાઇ હતી અને ટ્રક તેના પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

Next Story