ભરૂચ: અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીતમય કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક ના ડૉ જાનકી મીઠાઈવાલા દ્વારા ‘સંગીત મંચ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

New Update
ભરૂચ: અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીતમય કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં સંગીતકલાને પ્રોત્સાહિત કરવા તથા કલાનો વ્યાપ્ત વધારવા અને આવનાર પેઢીમાં સંગીતનું સિંચન કરવાની ભાવનાથી આર્ટ એન્ડ સોલ ફાઉંડેશન શ્રી વ્યાનુ વ્યાસ અને અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક ના ડૉ જાનકી મીઠાઈવાલા દ્વારા ‘સંગીત મંચ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ૨૪ ડિસેમ્બરના રોજ ભરૂચ બી ડી એમ એ હોલ ખાતે પ્રથમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં મુખ્યકલાકાર તરીકે મુંબઈથી પદ્મશ્રી ડૉ. સોમા ઘોષ એમની ટીમ સાથે પધાર્યા હતા.કાર્યક્રમના સૂત્રધાર મૈત્રી બૂચે પોતાની રસિક વાણીથી શ્રોતાઓને કાર્યક્રમમાં તરબોળ કર્યાં.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્જવલનથી કર્યા બાદ ડૉ જાનકીની બે શિષ્યાઓ કુ. રચિતા અને કુ. મુદિતા જમારિયાએ રાગ દુર્ગામાં ત્રણ બંદીશ અને એક તરાનાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. જેમાં હાર્મોનિયમ પર અંતઃસ્વરની જ વિદ્યાર્થીની માનસી દેસાઈ અને તબલા પર મયંક ચૌહાણે સંગત કરી ત્યારબાદ મુખ્ય કલાકારા ડો. સોમા ઘોષે ગ્વાલિયા ઘરાના પધ્ધતિમાં રાગ કલાવતી તથા હંસધ્વનિ પ્રસ્તુત કર્યા.એ પછી રાગ અન્ય રાગોમાં ઠૂમરી, દાદરા, હોરી, ગઝલ વગેરે ઉપશાસ્ત્રીય ગીત પ્રકારો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Latest Stories