'ભોલા'નું ધાસુ ટ્રેલર રિલીઝ, હૃદયના ધબકારા વધારવા અજય સાથે ફરી એકવાર આવી તબુ..!

અજય દેવગન હિન્દી સિનેમાના પીઢ અભિનેતા છે. તેણે પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી લીધા છે.

New Update
'ભોલા'નું ધાસુ ટ્રેલર રિલીઝ, હૃદયના ધબકારા વધારવા અજય સાથે ફરી એકવાર આવી તબુ..!

અજય દેવગન હિન્દી સિનેમાના પીઢ અભિનેતા છે. તેણે પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી લીધા છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ દૃશ્યમમાં, અભિનેતાએ શાનદાર અભિનય દ્વારા ધૂમ મચાવી હતી. તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. હવે ફરી એકવાર તે રોમાંચક ફિલ્મ ભોલા સાથે તૈયાર છે. અજય દેવગન સ્ટારર ફિલ્મ ભોલાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અજય દેવગન અને તબ્બુની ધાસુ એક્ટિંગ જોવા મળી રહી છે.

માર્ચના અંતમાં અજય દેવગન ફિલ્મ 'ભોલા'માં ધૂમ મચાવતો જોવા મળશે. સોમવાર, 6 માર્ચે, અજય દેવગનની 'ભોલા'નું સિઝલિંગ ટ્રેલર 3D માં રિલીઝ કરવામાં આવ્યું છે, જે ચાહકોના હૃદયના ધબકારા વધારી રહ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન સિવાય બી-ટાઉનની સુપરસ્ટાર તબ્બુ લીડ રોલમાં જોવા મળી રહી છે. તબુએ તેના અભિનયથી ધમાલ મચાવી રહી છે. ભોલામાં તબ્બુ પોલીસની ભૂમિકામાં છે. જ્યારે અજય દેવગણ એક કેદીની ભૂમિકામાં છે. દીપક ડોબરિયાલ નેગેટિવ રોલમાં જોવા મળશે. ભોલા ફિલ્મની વાર્તા ડ્રગ માફિયાની આસપાસ ફરતી હોય તેવું લાગે છે. આ ફિલ્મમાં પિતા અને પુત્રી વચ્ચેનું બોન્ડિંગ પણ જોવા મળશે.

Read the Next Article

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

New Update
dinesh

ભોજપુરી અભિનેતા અને ગાયક દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે.

તેણે કહ્યું કે ‘મને મરાઠી ભાષા બોલતા આવડતી નથી, હું ભોજપુરી ભાષા બોલું છું. જો હિંમત હોય તો ભોજપુરી બોલવાના કારણે મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

આ મારપીટનો વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મનસેના વડા રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા પણ આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘અહીં તો મરાઠી બોલવી જ પડશે.’

આ અંગે નિરહુઆએ કહ્યું છે કે, ‘હું ચેલેન્જ આપું છું કે, હું મરાઠી નથી બોલતો, હું ભોજપુરી બોલું છું, તમારામાં હિમ્મત હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

નિરહુઆએ કહ્યું છે કે, ‘આપણા દેશની સુંદરતા ભાષાઓની વિવિધતામાં છે અને જુદી-જુદી ભાષા બોલનારા લોકો એકબીજા સાથે મિત્રતા નિભાવે છે. તમે આ સુંદરતાને નષ્ટ  કરવા ઈચ્છો છો.’

આ અંગે જવાબ આપતા મનસેના નેતા યશસ્વી કિલેદારે કહ્યું કે, ‘'જો તમારામાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં આવો, મનસેના કાર્યકરો તમારા ગાલ પર તમાચો ફટકારશે, ત્યારે તમને ભાન પડશે.’

challenge | CG Entertainment | Maharastra