T-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને નિર્માતા ભૂષણ કુમારે જાહેરાત કરી છે કે, ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' આ વર્ષે દિવાળીના અવસર પર 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે.ખાસ વાત એ છે કે, ફિલ્મ 'સિંઘમ અગેન' પણ આ જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે.
જેમાં અજય દેવગન, અક્ષય કુમાર, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે.હવે જોવાનું એ રહેશે કે આ ટક્કરમાં કઈ ફિલ્મ જીતે છે.ભૂલ ભુલૈયા 2' વર્ષ 2022 માં રિલીઝ થઈ, જેણે વિશ્વભરમાં 266 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ ફિલ્મમાં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યન હતો. તેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું. કાર્તિક ઉપરાંત કિયારા અડવાણી જેવી એક્ટ્રેસ લીડ રોલમાં જોવા મળી હતી.