મિર્ઝાપુર 3ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો

New Update
મિર્ઝાપુર 3ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો

ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝની વાત કરીએ તો તેમાં મિર્ઝાપુર(Mirzapur )નું નામ પણ સામેલ થશે. આ સિરીઝની અત્યાર સુધી બે સિઝન રિલીઝ થઈ છે અને બંને સફળ રહી છે. OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો(prime video)ની આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને રાશિકા દુગ્ગલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

ચાહકો લાંબા સમયથી મિર્ઝાપુર સિઝન 3ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે અને તેની રિલીઝ ડેટ અંગેના સમાચારો સામે આવી ચૂક્યા છે. પરંતુ હાલમાં જે અપડેટ આવી રહ્યું છે તે ચોક્કસપણે ચાહકોના ચહેરા પર સ્મિત લાવી દેશે.

ગુરુવારે, પ્રાઇમ વિડિયોએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વેબ સિરીઝ મિર્ઝાપુર 3ની રિલીઝ ડેટ અંગે સસ્પેન્સ ગેમ રમી હતી. આ પછી, સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. નિર્માતાઓ દ્વારા ટૂંક સમયમાં આ સિરીઝની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી શકે છે.

આ પહેલા ઈ ટાઈમ્સના રિપોર્ટમાં મિર્ઝાપુર 3ની રિલીઝ ડેટને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂનના અંતમાં અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં આ સીરિઝ પ્રાઇમ વીડિયો પર ઓનલાઈન સ્ટ્રીમ કરી શકાય છે.