સના મકબૂલ 'બિગ બોસ ઓટીટી સીઝન 3'ની વિજેતા બની છે, જ્યારે નેજી અને રણવીર શોરી બીજા અને ત્રીજા સ્થાને રનર-અપ રહ્યા છે. બિગ બોસ OTT 3નો ગ્રાન્ડ ફિનાલે આજે એટલે કે શુક્રવારે રાત્રે થવા જઈ રહ્યો છે. જેમાં સના, રણવીર, નેજી, સાઇ કેતન રાવ અને કૃતિકા મલિક પાંચ ફાઇનલિસ્ટ હશે. જો કે ઈન્ડિયન એક્સપ્રેસના પોલ પ્રમાણે સના મકબૂલે આ શો જીતી લીધો છે.
ઈન્ડિયન એક્સપ્રેસ પોલમાં સના મકબૂલને 43.7% વોટ મળ્યા છે. તેમજ નાજીને 23.4% વોટ મળ્યા છે. જો કે, શોના વિજેતાનું નામ આજે રાત્રે જ 'બિગ બોસ ઓટીટી 3'ના ગ્રાન્ડ ફિનાલેમાં જાહેર થવાનું છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ OTT 3 ના વિજેતાને છેલ્લી બે સીઝનની જેમ એક ચમકતી ટ્રોફી અને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે. શોની પ્રાઈઝ મનીનો ઉલ્લેખ ઘરમાં ઘણી વખત કરવામાં આવ્યો છે.