Connect Gujarat
મનોરંજન 

બોબી દેઓલ મુઘલ શાસક ઔરંગઝેબના અવતારમાં જોવા મળ્યો, ફિલ્મ હરિ હર વીરા મલ્લુનું ટીઝર રિલીઝ

બોબી દેઓલ મુઘલ શાસક ઔરંગઝેબના અવતારમાં જોવા મળ્યો, ફિલ્મ હરિ હર વીરા મલ્લુનું ટીઝર રિલીઝ
X

સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની આગામી ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ આ ફિલ્મના પહેલા પાર્ટનું નામ 'સ્વોર્ડ વર્સિસ સ્પિરિટ' રાખ્યું છે.આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં પવન કલ્યાણ તલવારના મુદે ન્યાય આપતો જોવા મળે છે. વિલન બનેલો બોબી દેઓલ ફરી બધાને ડરાવતો જોવા મળ્યો.

1 મિનિટ 37 સેકન્ડના આ ટીઝરમાં પવન કલ્યાણના રોલને યોદ્ધા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તે ન્યાય માટે મુઘલો સાથે લડતો જોવા મળશે. આ સાથે તે ફિલ્મમાં મુઘલો પાસેથી કોહિનૂર હીરાની ચોરી કરવાનો પ્રયાસ કરતો પણ જોવા મળશે.ટ્રેલરમાં સૌથી ખાસ ઝલક બોબી દેઓલના રોલની હતી. એક્ટર ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબના રોલમાં જોવા મળશે.

Next Story