/connect-gujarat/media/media_files/6f06DF7ug84MfVjgATjt.jpeg)
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. અહેવાલો અનુસાર, જ્હાન્વીને સવારે અચાનક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ છે. તેની તબિયત હાલ સારી નથી. તેને ફૂડ પોઈઝનિંગ થયું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે અભિનેત્રીની તબિયત બગડી હતી, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તે હજુ પણ સ્વસ્થ નથી. તે 1-2 દિવસ હોસ્પિટલમાં રહેશે. મહત્ત્વનું છે કે, જ્હાન્વી છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતી. તેની નાદુરસ્ત તબિયત વિશે જાણ્યા પછી, તેમના ચાહકો તે ઝડપી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે.