બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

New Update
બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવના આંક વધી રહ્યા છે. ત્યારે તેની શરૂઆત થતાં જ બોલિવૂડ સ્ટાર્સ તેની ઝપેટમાં આવવા લાગ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને તેણે જલ્દી જ તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

Advertisment

કોરોના એક વાર ફરી વિસ્ફોટ કરવાની ફિરાકમાં હોય તેવું વધતાં આંક દર્શાવે છે. કિરણ ખેરે ટ્વિટર પર આ વિશે માહિતી આપતા લખ્યું કે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલા માટે મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે તેઓ વહેલી તકે પોતાનો રિપોર્ટ કરાવી લે. ફરી કોરોનાના આંક વધતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisment
Latest Stories