કોણ છે એ બોલીવુડની અભિનેત્રી જે સૌથી વધુ ટેક્સ ચૂકવે છે? જાણો કોણ કેટલો ભારે છે ટેક્સ.....

New Update
કોણ છે એ બોલીવુડની અભિનેત્રી જે સૌથી વધુ ટેક્સ ચૂકવે છે? જાણો કોણ કેટલો ભારે છે ટેક્સ.....

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ સૌથી સારી કમાણી કરે છે. આ અભિનેત્રીઓ લોકપ્રિય હોવાને કારણે તેમને મોટી જાહેરાત પણ આપવામાં આવે છે, જેના કારણે તેમને તગડી આવક થાય છે. વધુ કમાણી કરવાને કારણે આ અભિનેત્રીઓએ કરોડો રૂપિયાનો ટેક્સ પણ ભરવાનો રહે છે. અહીંયા અમે તમને બૉલીવુડની એવી એક્ટ્રેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે સૌથી વધુ આવકવેરો ભરે છે.

દીપિકા પાદુકોણ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. લાખોની સંખ્યામાં તેમને ફોલો કરે છે. અભિનેત્રીએ અત્યાર સુધી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. જીક્યૂ ઈન્ડિયા રિપોર્ટ અનુસાર દીપિકા ટેક્સ ભરવા બાબતે સૌથી આગળ છે. તેમણે વર્ષ 2019માં માત્ર જાહેરાતથી 48 કરોડની કમાણી કરી હતી. એ વર્ષે તેમણે 12 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. રિપોરટ્સ અનુસાર તે વર્ષે તેઓ દર વર્ષે 10 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ ભરે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ટેક્સ ભરવામાં બીજા નંબર છે. આલિયએ તેની પાવરફુલ એક્ટિંગથી ઓછા સમયે આ પદ પર પહોંચી છે. ફેન્સ ખૂબ જ આતુરતાથી આલિયાની ફિલ્મોની રાહ જોવે છે. આલિયા ફિલ્મો અને જાહેરાતથી સારી કમાણી કરે છે. આ કારણોસર તેમણે મસમોટી રકમનો ટેક્સ ચૂકવવો પડે છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા ભટ્ટ 5-6 કરોડનો ટેક્સ ભરે છે.

કેટરિના કેફ

કેટરિના કેફ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા પછી કેટરિના કેફ ફિલ્મોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. ફેન્સ ખૂબ જ આતુરતાથી ફિલ્મ ‘ટાઈગર 3’ની રાહ જોઈ રહ્યા છે. કેટરિના દર વર્ષે સારી કમાણી કરે છે. આ કારણોસર દર વર્ષે મોટી રકમનો ટેક્સ ભરવો પડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણાંકીય વર્ષ 2013-14માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારી અભિનેત્રીઓમાં કેટરિના કેફનું નામ શામેલ હતું. તે સમયે તેમણે 5 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. 

Read the Next Article

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

New Update
f

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. 

મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. 

દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે.