Connect Gujarat
મનોરંજન 

બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર બની માતા, ઘરે થયો લક્ષ્મીજી જન્મ, ગુંજી ઉઠી દીકરીની કિલકારીઓ.....

સ્વરાએ માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નને લઈ સ્વરા ઘણી ટ્રોલ થઈ હતી.

બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર બની માતા, ઘરે થયો લક્ષ્મીજી જન્મ, ગુંજી ઉઠી દીકરીની કિલકારીઓ.....
X

બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર માટે સોમવારનો દિવસ ખૂબ જ ખુશીઓ લઈને આવ્યો છે. કારણ કે સ્વરાએ દીકરીને જન્મ આપ્યો છે. સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના ઘરમાં ખુશીનો માહોલ છે. સ્વરા ભાસ્કરે સોમવારે પુત્રીને જન્મ આપ્યો હતો. અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે માતા બની ગઈ છે. તેમના પરિવારના સભ્યો હાલ પુત્રીનાં જન્મની ખુશીની ઉજવણીમાં વ્યસ્ત છે. સ્વરાએ માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નને લઈ સ્વરા ઘણી ટ્રોલ થઈ હતી. થોડા દિવસો પહેલા સ્વરા ભાસ્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનાં ચાહકો સાથે પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા.

હવે સોમવારે સ્વરા ભાસ્કરના ઘરમાં એક નાની બાળકીનો અવાજ ગુંજી રહ્યો છે. સ્વરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. ઘણી સુંદર તસવીરો શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, 'એક પ્રાર્થના સાંભળી, એક આશીર્વાદ આપવામાં આવ્યો, એક ગીત ગુંજી ઉઠ્યું છે. અમારી દીકરી રાબિયાનો જન્મ 23 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. અમે આભારી છીએ અને ખુશ હૃદયથી તમારા પ્રેમ બદલ આભાર.

Next Story