New Update
/connect-gujarat/media/media_files/2025/03/23/QH2LHfjnnQ8gU88syP7I.jpg)
જીંદ સહિત હરિયાણાના ઘણા જિલ્લાઓમાં સોસાયટી બનાવીને એમાં પૈસા રોકીને લગભગ 86 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડીની રકમ કરોડોમાં હોવા છતાં અત્યારસુધીમાં ફક્ત થોડા લોકો દ્વારા જ ફરિયાદો નોંધાઈ છે. બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે, આલોક નાથ આ સોસાયટીના બ્રાન્ડ-એમ્બેસેડર રહ્યા છે.
હવે કંપની બંધ થઈ ગઈ છે.સોફ્ટવેર સહિત તમામ રેકોર્ડ ડિલિટ કરી નાખવામાં આવ્યા છે. કંપનીએ લોકોના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હતા. જુલાના પોલીસ સ્ટેશને દુબઈ અને મુંબઈમાં બેઠેલા શ્રેયસ તલપડે, આલોક નાથ સહિત 9 લોકો સામે છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધ્યો છે. આ પહેલાં સોનીપતમાં બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સોસાયટીએ સોનીપતમાં 50 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.