New Update
/connect-gujarat/media/media_files/2025/12/29/scss-2025-12-29-20-16-41.jpg)
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાનને પગમાં ફ્રેક્ચર થતા તેની સર્જરી કરવી પડી છે. તે જ્યારે એકતા કપૂરના એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. બોલિવૂડના ડાયરેક્ટર સાજિદ ખાનને શૂટિંગ દરમિયાન એકને મોટી ઇજા થઇ છે. જેમાં તેના પગમાં ફ્રેક્ચર થયું છે. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે માહિતી તેની બહેન કોરિયોગ્રાફર ફરાહ ખાને આપી હતી. ફરાહ ખાને તેના ભાઈનું હેલ્થ અપડેટ શેર કર્યું હતું.
ફરાહ ખાને જણાવ્યું હતું કે, સાજિદનો અકસ્માત શનિવારે થયો હતો અને રવિવારે તેની સર્જરી કરાઈ હતી. સાજિદ ખાન મુંબઈમાં એકતા કપૂરના એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. ફરાહ ખાને કહ્યું હતું કે, તેની સર્જરી થઈ ગઈ છે તેઓ હવે તેને સારું છે.ઉલ્લેખનીય છે કે, સાજિદ ખાને એક ડાયરેક્ટર તરીકે છેલ્લે 2014 માં હમશકલ્સ બનાવી હતી. તેને વર્ષ 2005 માં સૌપ્રથમ "ડરના જરૂરી હૈ" સાથે ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. આ એક હોરર મુવી હતી જેમાં અમિતાભ બચ્ચન અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ પણ હતા.
Latest Stories