Connect Gujarat
મનોરંજન 

બોક્સ ઓફિસ રિપોર્ટઃ 'તુ જૂઠી મેં મક્કર'એ મચાવી ધમાલ, રણબીર કપૂરની ફિલ્મે ચોથા દિવસે કરી જોરદાર કમાણી..!

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' લવ રંજન દ્વારા નિર્દેશિત એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે,

બોક્સ ઓફિસ રિપોર્ટઃ તુ જૂઠી મેં મક્કરએ મચાવી ધમાલ, રણબીર કપૂરની ફિલ્મે ચોથા દિવસે કરી જોરદાર કમાણી..!
X

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' લવ રંજન દ્વારા નિર્દેશિત એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જે મનોરંજન અને રોમાંસનો મજેદાર એન્ગલ દર્શાવે છે. હોળીના અવસર પર એટલે કે 8 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ અને અત્યાર સુધીની કમાણી જોતા લાગે છે કે લોકોએ તહેવારોની સિઝનનો ભરપૂર લાભ લીધો છે. ફિલ્મે અત્યાર સુધી સંતોષકારક કલેક્શન કર્યું છે. ત્રણ દિવસના સારા પ્રદર્શન પછી ચાલો જાણીએ કે ચોથા દિવસે તેના બિઝનેસની શું સ્થિતિ હતી.

લવ રંજન દ્વારા નિર્દેશિત તુ જૂઠી મેં મક્કરને અત્યાર સુધી સંતોષકારક પ્રતિસાદ મળ્યો છે. અગાઉ તેણે 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'પ્યાર કા પંચનામા' જેવી ફિલ્મો બનાવી છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મોએ કાર્તિક આર્યનની કારકિર્દીમાં ઉમેરો કર્યો. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની કરિયરમાં તુ જૂઠી મેં મક્કર શું કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

લગભગ 100 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે 15.73 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મને હોળીની રજાનો લાભ મળ્યો. પરંતુ બીજા દિવસની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે 10.34 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે 10.52 કરોડનું કલેક્શન. હવે ચોથા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. શરૂઆતના આંકડા મુજબ ચોથા દિવસે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે 16 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનું કુલ કલેક્શન 52.59 કરોડ થઈ ગયું છે.

Next Story