સૌથી વધુ કમાણી કરનારી બીજી બોલીવૂડ ફિલ્મ બની 'છાવા', તોડ્યા અનેક રેકોર્ડ

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ છાવા હજુ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે.ફિલ્મ છાવા એક બાદ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધી હિન્દી ફિલ્મોના મોટા

New Update
aa

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ છાવા હજુ પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે.ફિલ્મ છાવા એક બાદ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધી હિન્દી ફિલ્મોના મોટા ભાગના રેકોર્ડ તોડી ચૂકેલી આ ફિલ્મ છઠ્ઠા વીકએન્ડમાં સારી કમાણી કર્યા બાદ સપ્તાહના દિવસોમાં અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

ફિલ્મ રિલીઝ થયાને આજે 39મો દિવસ છે અને આ ફિલ્મે શાહરૂખ ખાનની જવાન સિવાય દરેક સૌથી મોટી બોલિવૂડ ફિલ્મના ઓલટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. ફિલ્મની આજની કમાણી સાથે જોડાયેલા પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે. તો ચાલો જાણીએ કે ફિલ્મે રેકોર્ડ તોડીને કુલ કેટલી કમાણી કરી છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, છાવાએ પાંચ સપ્તાહમાં એટલે કે 35 દિવસમાં કુલ રૂ. 585.81 કરોડની કમાણી કરી, બે સપ્તાહમાં હિન્દીમાંથી રૂ. 571.40 કરોડ અને તેલુગુમાંથી રૂ. 14.41 કરોડની કમાણી કરી. આ પછી 36, 37 અને 38માં દિવસે બંને ભાષામાં ફિલ્મની કમાણી 2.1 કરોડ, 3.65 કરોડ અને 4.65 કરોડ હતી. એટલે કે 38 દિવસમાં કુલ કલેક્શન 596.21 કરોડ રૂપિયા હતું.

આજે સાંજે 4:15 વાગ્યા સુધી સકનીલ્ક પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ફિલ્મે 0.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને કુલ હવે 596.86 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Latest Stories