દીપિકા પાદુકોણને હોસ્પિટલમાંથી રજા અપાય,દીકરી સાથે ઘરે પહોંચ્યું કપલ

Featured | મનોરંજન | સમાચાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 8 સપ્ટેમ્બરે માતા-પિતા બન્યા હતા. ત્યાર બાદ દીપિકાને હોસ્પિટલમાંથી રજા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

New Update
dipka
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 8 સપ્ટેમ્બરે માતા-પિતા બન્યા હતા. ત્યાર બાદ દીપિકાને હોસ્પિટલમાંથી રજા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની વહાલી દીકરી સાથે હોસ્પિટલથી નીકળી ગયા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.અભિનેત્રીને 7મી સપ્ટેમ્બરે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 9મા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ચાહકો લાંબા સમયથી તેના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા. અને તેઓ આશા રાખતા હતા કે તેઓ પુત્રી અને માતાની ઝલક જોઈ શકશે. પરંતુ આવું ન થયું.ગણેશ ચતુર્થીના અવસર પર લક્ષ્મી તેમના ઘરે આવી હતી. આ કપલે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં આ ખુશખબર જાહેર કરી હતી અને ચાહકો સાથે શેર કરી હતી અને સપ્ટેમ્બરમાં નાનો મહેમાન આખરે તેમના ઘરમાં પ્રવેશ્યો. આટલા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ દીપિકા હવે ઘરે પહોંચી ગઈ છે.
Latest Stories