દિલ્હી હાઇકોર્ટનો આદેશ, તારક મહેતાના મેકર્સ સિવાય શોના કન્ટેન્ટનો કોઈ ઉપયોગ નહીં કરી શકે

Featured | મનોરંજન | સમાચાર, યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઈટ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું જે શોના વીડિયો અને ડાયલોગનો અંધાધૂંધ ઉપયોગ કરી રહ્યા

New Update
tmkoc

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓએ તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પિટિશનમાં નિર્માતાઓએ તે યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઈટ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું જે શોના વીડિયો અને ડાયલોગનો અંધાધૂંધ ઉપયોગ કરી રહ્યા છે.હવે નિર્માતાઓની અપીલ પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે ઘણી યુટ્યુબ ચેનલો, વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આદેશ જારી કર્યા છે. આ આદેશ અનુસાર હવે કોઈ પણ વ્યક્તિ શોના ઇન્ટેલેક્ચુઅલ રાઇટસનું ઉલ્લંઘન કરી શકશે નહીં.

જસ્ટિસ મિની પુષ્કરને 14 ઓગસ્ટના રોજ આ આદેશ આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે મેકર્સ સિવાય કોઈ પણ શોની સામગ્રીનો ઉપયોગ કરી શકશે નહીં. હવે જો કોઈ આ શોના પાત્રોની નકલ કરશે, AI ફોટા, ડીપફેક અને એનિમેટેડ વીડિયો બનાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories